ખોયા ખોયા ચાંદ

  • 2.1k
  • 886

મમ્મી આવી હતી જ નહિ..એમણે એમનું જીવન બહુ ખુશ રહીને વિતાવ્યુ છે એને જીવનથી ફરિયાદો હતી જ નહી કે ક્યારેય કોઈ ફરિયાદ અમારા માટે પણ ન હતી. એને કલાસિક્લ ડાન્સ ખુબ ગમતો ઈન્ફેકટ એમણે કથ્થકમાં વિશારદ કર્યુ છે કદાચ તેમને આગળ અલંકાર પણ કરવું હતું પણ લગ્ન થયા અને પછી પપ્પના જોબ નેચરના કારણે એક પછી એક અલગ અલગ શહેરો ફરવાનું થયુ અને એમની ઈચ્છા, ઈચ્છા જ રહી ગઈ..પહેલા મમ્મી પપ્પાનું લંચ, ડિનર, પસંદ, નાપસંદ બધુ ગોઠવવામાં ગોઠવાય ગઈ અને પછી મારા અને મિતુલના આવ્યા બાદ અમારામાં સમાઈ ગઈ.. કદાચ આ મનોસ્થિતિ માટે અમે જ જવાબદાર છીએ..અને જો એવું જ