પ્રેમ - નફરત - ૮૮

(25)
  • 2.9k
  • 3
  • 2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮૮ રચનાએ નવો દાવ રમવાનો શરૂ કરી દીધો હતો. લખમલભાઈના પરિવારની કંપનીના પાયા હચમચાવી નાખવાની યોજનામાં છેલ્લા કદમ પર પહોંચી ગઈ હતી અને હવે છેલ્લી પાયરી પર પહોંચવામાં એ કોઈ શરમ અનુભવવાની ન હતી. એ ‘ઈંટ સે ઈંટ બજાના’ કહેવતને સાચી કરવા જઈ રહી હતી. લખમલભાઈની દોલત જ નહીં પરિવારમાં એકબીજા સાથેના સંબંધ પણ ખતમ કરવા માગતી હતી. પિતાને થયેલા અન્યાયનો બદલો લેવા હવે એ તલપાપડ થઈ રહી હતી. પોતાની બદલાની ભાવનાનું ક્યાંય પ્રતિબિંબ ના પડે એની પણ કાળજી લેવા માગતી હતી. લખમલભાઈએ નિવૃત્તિ જાહેર કરીને ઇનો રસ્તો આસાન બનાવી દીધો હતો.રચનાએ ભાઈઓ પાસેથી