પ્રેમ - નફરત - ૮૦

(30)
  • 3.8k
  • 2
  • 2.6k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮૦ આરવ માની ગયો એથી રચના મનોમન એટલી ખુશખુશાલ હતી કે બધાની વચ્ચે એને ભેટી પડે એવી ઈચ્છા થઈ ગઈ હતી. પણ મીટીંગ પૂર્ણ થયા પછી બધા પોતપોતાની ઓફિસમાં ગયા એ પછી રચનાએ દરવાજાને લોક મારીને આરવને ચુંબન આપ્યું. એણે પોતાની ખુશાલીને પ્રેમ તરીકે અભિવ્યક્ત કરી જેથી આરવ એમ ના સમજે કે ભાઈઓને અલગ કરવામાં રચનાને રસ હતો.રચનાને થયું કે હિરેન અને કિરણ આટલા જલદી રાજી થઈ જશે એની કલ્પના ન હતી. બંને સ્વાર્થી બની ગયા છે. એમને લાગે છે કે આરવ અને રચના આખી કંપની પર પ્રભુત્વ સ્થાપિત કરી દે અને પિતા એ