પ્રારંભ - 23

(65)
  • 5.3k
  • 4
  • 3.5k

પ્રારંભ પ્રકરણ 23 ઉત્તરાંચલ એક્સપ્રેસ એના સમય પ્રમાણે બરાબર બપોરે ૧૨:૪૦ કલાકે જામનગર સ્ટેશનેથી ઉપડ્યો. અત્યારે ચાતુર્માસ ચાલતા હતા એટલે ટ્રેન એકદમ પૅક હતી. આ ટ્રેઈન ઓખાથી આવતી હતી પરંતુ દ્વારકાથી પૅક થઈ જતી હતી. દ્વારકા દર્શને આવેલા યાત્રાળુઓ પાછા ફરતા હતા તો કોઈ નવા યાત્રાળુ બીજા યાત્રાધામ જવા માટે પ્રવાસ કરી રહ્યા હતા. ૨૮ કલાકની મુસાફરી હતી. કેતનને માયાવી જગતમાં કરેલી ગોકુળ મથુરા વૃંદાવન અને જગન્નાથની યાત્રા યાદ આવી ગઈ. એ વખતે અજાચક વ્રત લઈને એ યાત્રાએ નીકળ્યો હતો. કોઈની પણ પાસે કંઈ પણ ન માંગવું એવો સંકલ્પ લીધો હતો. સાથે સાથે પોતાના પૈસે કોઈપણ વસ્તુ ખરીદવી નહીં એવો