પ્રારંભ - 14

(70)
  • 5.4k
  • 5
  • 4.1k

પ્રારંભ પ્રકરણ-14સવારે ધ્યાનમાંથી બહાર આવ્યા પછી કેતન હળવોફૂલ થઇ ગયો. અખિલેશ સ્વામીએ એને ખૂબ જ સારી સમજણ આપી. અને એ પણ કહ્યું કે બે કરોડ આપીને અસલમના કર્મમાં એ ભાગીદાર બનતો નથી. અસલમ કોઈ પાપ કરી રહ્યો છે એવું પણ માનવાની જરૂર નથી. પાપ અને ગુનામાં ફરક છે. પાપ અને પૂણ્યના સૂક્ષ્મ જગતના કાયદા અલગ છે. પૃથ્વી ઉપર માનવ સર્જિત જે પણ કાયદાઓ બન્યા છે તે સમાજની સુરક્ષા અને સુરચના માટે છે. એનું ઉલ્લંઘન જે તે રાજ્યમાં ગુનો બની શકે. પરંતુ પાપ અને પૂણ્ય એ બે અલગ જ બાબતો છે. પોતે બે દિવસથી જામનગર આવી ગયો છે છતાં હજુ સુધી