5 તો આ હતી એની સાવ તળિયેથી ઊંચે અને વધુ ઊચે તરફની ગતિ. કાળક્રમે તે તો પથ્થરને પણ પાટુ મારી પાણી કાઢી શકે તેવો હોંશિયાર થઇ ચુકેલો પણ તે નાજુક છોડવાનું માથું કડક જમીન ફાડી બહાર લાવવામાં કોણે બીજારોપણ અને સલાહોનું જળસિંચન કરેલું? નિઃશંક પેલા સાહેબે જેને તે ઓફિસમાં ચા આપવા જતો. તેણે હાથ ઊંચો કરી ચારે બાજુ ફરી જનમેદનીનું અભિવાદન કર્યું. હજુ દૂર સાહેબ હાથ હલાવતા હતા. તે આગળ ગયો અને મેદની પરત જવા લાગી એ સાથે સાહેબની પીઠ ફરી.પીઠ ફેરવતાં સાહેબે ફરી જાણે આશીર્વાદ આપતા હોય તેમ હાથની હથેળી તેની તરફ કરી. તે કારમાં બેસવા ગયો અને એક