વારસદાર - 56

(105)
  • 6.8k
  • 3
  • 4.7k

વારસદાર પ્રકરણ 56ગુરુજીની આજ્ઞા માનીને મંથન ઓખા જવા માટે નીકળી ગયો હતો. ઓખામાં હોટલ રાધેમાં એ ઉતર્યો હતો અને રાત્રે ૮ વાગે એ નીચે ડાઇનિંગ હોલમાં જમવા ગયો ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઝાલાએ એને ડ્રગ્સ ના કેસમાં એરેસ્ટ કરી દીધો હતોમંથન જે કામ માટે નીકળ્યો હતો એમાં મલિન તત્વો દ્વારા કેટલાંક વિઘ્નો નાખવામાં આવશે એવી ગુરુજીએ એને ચેતવણી પણ આપી હતી છતાં ગુરુજીની નજર તો મંથન ઉપર હતી જ ! ઝાલા મંથનને એરેસ્ટ કરીને પોલીસવાન માં બેસાડીને જ્યારે પોલીસ ચોકીએ લઈ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મંથને પોતાના કાકાસસરા ઝાલા અંકલને મેસેજ કરી દીધો હતો કે હું એક દિવસ માટે