વીજળીને ચમકારે

  • 3.6k
  • 1.2k

તારીખ : ૦૯-૦૮-૨૦૨૨રાણકગૌરી એક ચીસ પાડી ભર ઊંઘમાંથી જાગી ગયાં, પલંગમાં સફાળાં બેઠાં થઈ ગયાં. બંને હાથ ટેકવેલાં હતાં પણ, જાણે એ ટેકો બોદો લાગતો હતો. પોતે ફસડાઈને પડી જશે એમ લાગ્યું. બાજુનાં ઓરડામાં સૂતેલાં બંને બાળકો, નેહલ અને સુકેતુ રાણકગૌરીનાં ઓરડા તરફ દોડ્યાં. સાસુમા દેવીબા પણ આ ચીસ સાંભળી જાગી ગયાં હતાં. ધીમે રહીને બેઠાં થવાની કોશિશ કરી રહ્યાં હતાં. પણ, ધીરજ ન રહેતાં બૂમ પાડી, 'નેહલ બેટા, જો તો મમ્મીને શું થયું?' નેહલે તેમને સાંત્વનાત્મક સૂરમાં કહ્યું, 'દાદીમા, તમે ઊઠશો નહીં. મમ્મીને જોઈને તમારી પાસે જ આવું હં.' દેવીબા પૌત્રીનો જવાબદારીસભર પ્રત્યુત્તર સાંભળી રાહ જોતાં બેસી રહ્યાં.સુકેતુએ રાણકગૌરીનાં