ખન્ના સાહેબની બરબાદી પાછળ કોનો હાથ રહેલો છે? આ હીરાલાલ બાપા છે કોણ જેનું નામ સાંભળતા જ ખન્ના સાહેબ ધૃજી ઉઠ્યા. વર્ષોથી યાદોના પેટાળમાં સંગ્રહીત ભૂતકાલને કોણ ઉલેચી રહ્યુ છે? પ્રકરણ-૪૬ “આ ગણપત પણ બેવકુફ છે, કાલે મને કહેતો હતો કે અર્જન્ટ કામ છે અને હવે મારી પાર્ટી કેન્સલ કરીને હું તેને મળવા આવ્યો છું તો ફોન ઓફ કરીને બેઠો છે. શું કરવુ હવે?” પાર્ટીમાંથી પરત આવી ગણપતને ફોન કરતા તેનો ફોન ઓફ આવતો હતો ત્યારે ચીડાઇને સુબ્રતો મનોમન બોલી ઊઠ્યો ત્યાં સુરેશ ખન્નાનો કોલ આવ્યો. “સુબ્રતો, જલ્દી ફટાફટ ઘરે આવી જા, મારે અર્જન્ટ એક મીટીંગમાં જવુ છે, ગણપતનો