ભાગ-૩૨ “કાશ્મીરા, તુ અને તારા પપ્પા બન્ને ઘરે નથી અને ઇશાન પણ તેના રૂમમાં નથી, વહેલી સવારે તમે બન્ને ક્યાં જતા રહ્યા? અને ઇશાન ક્યાં છે? ગઇકાલે કોઇનો ફોન આવ્યો હતો ત્યાં મને ઊંઘ આવી ગઇ પછી કાંઇ ખબર જ નથી શું થયુ. મને જલ્દી એ કહે કે ઇશાન ક્યાં છે?” જયવંતીબેને કાશ્મીરા પર પ્રશ્નોની વર્ષા વરસાવી દીધી. “મમ્મી અમે ઇશાનને લઇને આવીએ જ છીએ, તુ તારે આરામ કર. જલ્દીથી આવી જશું ઘરે.” “અરે આરામ નથી કરવો મારે, આજે આવવા દે ઇશાનને ઘરે, તારા પપ્પા તો તેને કાંઇ કહેવાના નથી, આજે બરોબરથી હું તેને ખીજાઇશ. આ કાંઇ રીત છે?” “હા