ચક્રવ્યુહ... - 31

(60)
  • 5.2k
  • 4
  • 3.3k

પ્રકરણ-31 “હેલ્લો મિસ્ટર ખન્ના, માયસેલ્ફ ઇન્સ્પેક્ટર ચેતન પટેલ. અહી ફરજ પર તૈનાત ડોક્ટરે મને કોલ કરેલો ત્યારે હું અહી આવ્યો હતો પણ તમારો કોઇ અત્તોપત્તો ન હતો.” યુવાનીના જોશથી તરબતોળ ચેતન પટેલ કટાક્ષમાં ઘણુ કહી ગયો.   “જી સર, આઇ એમ કાશ્મીરા, અમને જેવી તે ખબર પડી ઇશાનના અકસ્માતની કે અમે તરત જ અહી પહોંચી આવ્યા.”   “યુવાનીના દરવાજે પગલા પાડતો તમારો ભાઇ રાતના એક વાગ્યા સુધી ઘરે ન આવે છતા પણ તમારુ કોઇનું પેટનું પાણી પણ ન હલે એ બહુ કહેવાય.”   “લુક પટેલ, એ અમારો અંગત મામલો છે, તમે જે અહી ફોર્માલીટી માટે આવ્યા છો તે પૂરી કરો