પ્રકરણ-૨૭ “મેડમ, મે આઇ કમ ઇન?” “યસ કમ ઇન.” કાશ્મીરા બહુ ગહન વિચારધારામાં હતી ત્યાં રોહનને પરમીશન આપતા કહ્યુ. “જી મીસ્ટર રોહન, કહો શું કામ છે?” બેસવાની પણ ફોર્માલીટી ન કરતા કાશ્મીરાએ ડાઇરેક્ટ મુદ્દા પર આવી. મેડમ, આઇ વોન્ટ ટુ રીઝાઇન. પ્લીઝ ટેઇક ધીસ રેઝીગ્નેશન લેટર એન્ડ એક્સેપ્ટ ઇટ.” “વ્હોટ? આર યુ મેડ મિસ્ટર રોહન? એની સ્પેશીયલ રીઝન?” કાશ્મીરા ખુરશી પરથી ઊભી થઇ ગઇ. “યસ મેડમ, હવે મારાથી અહી જોબ થઇ શકે તેમ નથી.” કહેતા રોહને પોતાનું રાજીનામુ ટેબલ પર ધર્યુ. “પણ પ્રોબ્લેમ શું છે એ ક્લીયર કરશો તમે મિસ્ટર રોહન? આવડી તગડી સેલેરી છે, રહેવા