ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 13

  • 3.2k
  • 1.9k

થોડાજ દિવસમાં જ્યોતિએ હોસ્પિટલમાં આવતા નાના નાના કેસ સંભાળી લીધા હતા. વળી એની વાતચીત કરવાની સુમેળતા અને લોકો સાથે જલ્દી ભળી જવાના સ્વભાવથી તે નાના મોટા સૌમાં લોકપ્રિય થઈ ગઈ હતી. અનુરાગ અને જ્યોતિ બંને જ્યારે કામ સિવાય આમને સામને આવતા ત્યારે તેમના હ્રદયમાં અજીબ લહેર ઉઠતી પણ બંને ભાગ્યેજ એકબીજા સાથે વાત કરતા. હવે તો નાના બાળકો પણ ખાલી સમયમાં જ્યોતિ સાથે આવીને વાતો કરતા અને એમને જ્યોતિ અવનવી રમતો પણ રમાડતી. ઘણીવાર અનુરાગ એને પોતાના રૂમની બાલ્કનીમાથી નીચે દેખાતા મેદાનમાં બાળકો સાથે રમતી જોઈ રહેતો. જ્યોતિના પ્રયાસથી જ અનુરાગે સરપંચને વિશ્વાસમા લઈ ગામમાં બાળકો માટેની શાળાની શરૂઆત કરી અને