પ્રકરણ-૨૧ “મે આઇ કમ ઇન સર?” બે દિવસથી ચિંતામાં એકએક પળ વિતાવતા સુરેશ ખન્ના તેમની કેબીનમાં ગુઢ ચિંતામાં બેઠા હતા ત્યારે પ્યુને રજા માંગતા તેમની અવિરત વિચારધારાને બ્રેક મારતા અંદર આવવાની રજા માંગી. “હા આવો આવો અનવરકાકા. બોલો બોલો શું કામ પડી આવ્યુ?” “સાહેબ આ સી.ડી. બહાર એક માણસ આપી ગયો અને તમને આપવાનુ કહ્યુ છે.” અનવરકાકાએ સી.ડી. આપતા કહ્યુ. “સી.ડી.? કોણ આપવા આવ્યુ હતુ અને શું છે આ સી.ડી. માં?” “સાહેબ એ કોણ હતુ એ નામ તો ના આપ્યુ પણ બસ એટલુ કહ્યુ કે હું ખન્ના સાહેબનો શુભચિંતક છું અને તેમને કહેજો કે સી.ડી. મળે