ચક્રવ્યુહ... - 17

(56)
  • 4.9k
  • 4
  • 3.7k

પ્રકરણ-૧૭ રોહન અને કાશ્મીરાની સગાઇના ન્યુઝ સાંભળી કેટલાક લોકોના ચહેરા પર ખુશી છવાઇ ચૂકી હતી, કેટલાક લોકોના ચહેરા આશ્ચર્યથી ફાંટી ગયા હતા જ્યારે કોઇ એક હતુ જે ખુણામાં બેસી આંસુઓના દરિયામાં ગરકાવ થઇ રહ્યુ હતુ જ્યારે કાશ્મીરા ગુસ્સાથી લાલચોળ થઇ યંત્રવત્ત સ્ટેજ પર ઊભી હતી, તેને શું રીએક્ટ કરવુ તેનુ પણ ભાન રહ્યુ ન હતુ જ્યારે સુરેશ ખન્ના તો પોતાની ખુશીમાં આનંદથી હિલોળા લઇ રહ્યા હતા. “પાપા આ કાંઇ સમય છે આવી એનાઉન્સમેન્ટ કરવાનો? તમને મે પહેલા જ કહ્યુ હતુ કે મારો લગ્નનો કોઇ વિચાર નથી અને એ પણ રોહન સાથે. રોહન એ આપણી કંપનીનો એમ્પ્લોઇ છે, માન્યુ કે તે