ચક્રવ્યુહ... - 14

(51)
  • 5.3k
  • 4
  • 3.9k

પ્રકરણ-૧૪  “પુષ્પ કુંજ” શ્રીમાન સુરેશ ખન્નાના દિલ્લી સ્થિત મહેલનું નામ અને નામ પ્રમાણે જ ગુણોથી સભર હતુ પુષ્પકુંજ. ભવ્ય ઘુમ્મટાકાર પ્રવેશદ્વારથી અંદર પ્રવેશતા જ જાણે કોઇ ફૂલવાડીમાં આવી પહોંચ્યાનો અહેસાસ આવનાર કોઇને પણ સહેજે થઇ આવતો. ભાતભાતના અને અવનવા રંગના ગુલાબના છોડ બન્ને બાજુએ પોતાની સુગંધને પાથરી અને આવનારનું સ્વાગત કરી રહ્યા હતા. તેની બન્ને બાજુ મોગરાની મીઠી સોડમ આવનારનું મન મોહી લેતી હતી. દૂર ફરતે દિવાલને લગોલગ આસોપાલવ, નાળીયેરી,કેળના વૃક્ષો તો એવા શોભી રહ્યા હતા જાણે મહેલને ફરતે આ વૃક્ષોરૂપી દિવાલ જ ન હોય! જરા આગળ જ આવતા વૃદાનુ વન એવા તુલસીજીના વનમાં પહોંચી ગયા હોય તેવી મહેક તન