ચક્રવ્યુહ... - 10

(54)
  • 5.6k
  • 4
  • 4k

ભાગ-૧૦ “પાપા, આ તમારી કાર પાસે કોણે કાગળ સળગાવ્યા છે? સફાઇ કામદારે અહી શું આ બધા કાગળો સળગાવ્યા હશે? ડસ્ટબીનમાં ફેકવાને બદલે અહી કાગળ સળગાવે છે, બધાને કામ કરવાની પધ્ધતિ શીખવાડવી પડશે એમ લાગે છે.” કાશ્મીરા હજુ ગુસ્સામાં જ હતી.   “અરે બેટા, ચીલ કરને પ્લીઝ. અત્યારે આપણી પ્રાથમિકતા રોહનની હેલ્થ જાણવાની છે તો જલ્દી ચાલ હોસ્પીટલ, આ બધો ગુસ્સો પછી કાઢજે તુ.”“હાસ્તો પાપા, લેટ’સ ગો.” અને કાર એપોલો હોસ્પીટલની દિશામાં રવાના થઇ. ************   “ઇઝ એવરીથીંગ ઓ.કે. વીથ યુ રોહન? અચાનક તમારી તબીયત બગડી ગઇ?” કાશ્મીરાએ આવતાવેંત જ પુછ્યુ.“આઇ ડૉન્ટ ક્નો મેડમ, કાલ સુધી તો એકદમ ચુસ્ત તંદુરસ્ત હતો