કૉલેજ કેમ્પસ - 4 - (એક દિલચસ્પ પ્રેમકથા)

(51)
  • 15.7k
  • 3
  • 12k

કોલેજની પા પાછળના ગ્રાઉન્ડમાં, કોલેજના નવાં અને જૂનાં સ્ટુડન્ટ્સ બધાજ હાજર થઈ ગયાં હતાં અને એક સર્કલ બનાવી દેવામાં આવ્યું હતું. સીનીયર્સ માટે એકદમ મજાનો અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને જુનિયર્સ બીચારા ફફડી રહ્યાં હતાં અને પોતાનું શું થશે તેમ વિચારી રહ્યાં હતાં અને સહેલી પનીશમેન્ટ આવે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યાં હતાં. એક પછી એક નવા સ્ટુડન્ટને બધાની વચ્ચે આવીને જૂના સ્ટુડન્ટ જે કહે તે પ્રમાણે કરવાનું રહેતુ હતું. જે બરાબર ન કરે અથવા તો ભૂલ કરે તેની બધાંજ હાંસી ઉડાવતા અને તેણે પચ્ચીસ ઉઠક બેઠક કરવી પડતી હતી. હવે લાઈન પ્રમાણે સાન્વીનો વારો આવ્યો હતો. સાન્વીની