તલાશ - 30

(65)
  • 7k
  • 3
  • 3.6k

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "બાપુ હવે બહુ થઇ ગયું તમે પ્રદીપ અંકલ સાથે વાત કરવાના છો કે પછી હું કઈ કરું?" "ના. તારી વાત સાચી છે. હું જ કંઈક કરું છું." "પણ ક્યારે?" "હમણાં જ ફોન કરું" કહીને ત્રિલોકચંદ્ર શર્માએ ફોન લગાવવા મંડ્યો. જયારે એની સામે બેઠેલો એનો દીકરો અમર ધ્યાનથી એમની વાત સાંભળવા માંડ્યો. xxx પ્રદીપ શર્માના ઘરમાં ધમાલ ચાલતી હતી. આજે દીકરીના થનારા સાસરિયા અને જમાઈ પહેલી વખત એમના ઘરે જમવા આવવાના હતા. રસોડામાં મોહિની અને એની મમ્મી હેમા બહેન જાતભાતની વાનગીઓ બનાવવામાં વ્યસ્ત હતા. આમ તો સુરેન્દ્રસિંહે સોનલ દ્વારા