અયાના - (ભાગ 11)

  • 3.6k
  • 1.8k

અયાના માટે આજે પહેલો દિવસ હતો...ઘણા એવા ઇન્સ્ટિટ્યૂટ ની મુલાકાતે તેઓ કોલેજ માંથી ગયા હતા પરંતુ આજે હોસ્પિટલ ની અંદર એ પહેલી વાર એવા પેશન્ટ ને મળવાની હતી જેના વિશે ખાલી રિસર્ચ જ કર્યું હતું...અયાના ક્રિશય ને ખુબ પસંદ કરતી હતી ... બીજી રીતે કહીએ તો એને ખૂબ પ્રેમ કરતી હતી...પરંતુ જ્યારે વાત પોતાના કામ ની આવે ત્યારે પૂરેપૂરી નિષ્ઠા થી એનું કામ કરતી હતી ...ક્રિશય અને વિશ્વમ ડૉ.પટેલ ની સાથે સાથે ફરી રહ્યા હતા અને એનુ કામ કરી રહ્યા હતા....સમીરા પણ આ હોસ્પિટલ માં ઇન્ટર્નશિપ કરી રહી હતી...એ ક્રિશય કરતા આઠ મહિના મોટી હતી ....એટલે કે એ ક્રિશય ની