તારી એક ઝલક - (અંતિમ ભાગ)

(17)
  • 3.4k
  • 1.2k

તેજસ પાસેથી બધી હકીકત સાંભળ્યાં પછી બધાં શાંત ઉભાં હતાં. પણ તેજસના મનમાં હજું પણ એક સવાલ ચાલી રહ્યો હતો. જેનો જવાબ માત્ર ઝલક જ આપી શકે એમ હતી. એ ઝલક સામે જઈને ઉભો રહી ગયો, "તું મારાં પરિવારને પહેલેથી જ ઓળખતી હતી. તો બધી હકીકત શાં માટે છુપાવી?" "જ્યારે પહેલીવાર તને જોયો, ત્યારે જ મને તારાં વિશે જાણવાની ઈચ્છા થઈ આવી. હું આન્ટીને મળવાં જ લંડનથી અહીં આવી હતી." ઝલકે નજર નીચી રાખીને જ કહ્યું, "હું એમને બધું જણાવી દેવા માંગતી હતી. પણ પહેલાં તારાં વિશે જાણવાં માંગતી હતી. તું લંડન ગયો, એ પહેલાં તારી ડાયરી મળી ગઈ. એમાંથી