કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - ૪૧

(84)
  • 6.2k
  • 2
  • 2.7k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૪૧ પરંતુ કરણ અને વિક્કીનાં મગજમાં હવે એક વાત ફરતી હતી. જે છોકરીઓ સાથે કોલ ગર્લનું કામ બળજબરીથી કરાવવામાં આવતું હતું એ છોકરીઓને કેવી રીતે બચાવવી. કારણકે કોઇને એ છોકરીઓને ક્યાં રાખવામાં આવે છે એની ખબર નહોતી. જીત ખૂબ નજીક આવી હાથતાળી આપી પાછી ફરી હતી. અંગાર અને ખેંગાર બહુ ચાલાકીથી છટકયા હતા. એ લોકો આટલી સરળ રીતે આંખમાં ધૂળ નાંખી પલાયન થઈ જશે એવો કરણ અને વિક્કીને કોઈ અંદાજ નહોતો. ગાંડો થયેલો હાથી તારાજી સર્જે છે એવી રીતે અંગાર હવે કેવો વિનાશ કરશે એનું કોઈ અનુમાન નહોતું.