કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” - 25

(75)
  • 5.4k
  • 6
  • 2.9k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ - ૨૫ વિશાલ: “સર... આજે સિંદે, ખત્રી અને શુક્લા બધાએ વિક્કી, પ્રતિક અને રોહિતને કોર્ટમાં લઈ જતી વખતે એન્કાઉન્ટર કરવાનો પ્લાન બનાવ્યો છે...” આ સાંભળી કરણ પૂરો હોશ ખોઈ બેસે છે. હાથમાં અર્જુનની લાશ હતી. માતા-પિતા સાથે વાત થઈ નહોતી. એ લોકો ખતરામાં હતા કે સલામત હતા તે ખબર નહોતી. ઉપરથી બીજા સમાચાર એ મળ્યા કે વિક્કીનું એન્કાઉન્ટર થવાનું છે. એકસાથે બધી મુસીબત આવી હતી. અર્જુનનાં મોતનો શોક મનાવવો? એના અંતિમ સંસ્કાર કરવા કે એને આપેલા વચન પ્રમાણે વિક્કીની રક્ષા કરવી? વિક્કીને બચાવવા જાય તો માતા-પિતાને શોધવા ક્યારે જાય?