મારી શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરે ભાગ 26 ભૂત કેમ ભગાડવું ? ભાગ ૧ “હે બહેન, તમે સાચે આજે મારા ઘરે આવશો?” સુપ્રિયાના નિર્દોષ ચહેરા પર આનંદ સાથે અચરજ હતું. મે કહ્યું : “ હા બેટા આજે સાંજે જરૂર આવીશ તારા ઘરે હો.” અચાનક અચરજ સાથે ચિંતા ડોકાઈ : “ બહેન તમે મારા પાપા મમ્મીને મારી ફરિયાદ કરવા તો નથી આવવાના ને ?” મે હસીને કૃત્રિમ મો ચડાવી કહ્યું: “ બસ ને ? આટલો જવિશ્વાસ ને મારા પર ? હું તો તને શુભેછા દેવા આવવાની છુ હો” અને હવે એ દીકરીએ મારો હાથ પકડી કુદકા મારવા લાગી... કહે : “અરે વાહ જરૂર આવજો મજા આવશે....ને આપણે બહુ જ બધી વાતો કરીશું હો મારા ઘરે બેસીને હો..પણ તમે આવતા પહેલા મને મારી મમ્મીના મોબમાં કોલ કરજો હો એટલે એ મારા ટ્યુશ્નના બેન