મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૨ - 2

  • 3.4k
  • 1.2k

મારીશિક્ષણ યાત્રાની ૨ દાયકાની સફરે ભાગ ૨૨(૨) ( ગતાંકથી ચાલુ ) આતુરતાથી એની ખુશી અંગે જાણવા એની રાહ જોઈ રહી. માંડ આસુને ખાળીને એ બોલી કે “બહેન, તમારી વાતનો જાદુ તો જોરદાર થયો. હું કદી કલ્પી પણ ન શકું એવું બની ગયું! બહેન, મારા પપ્પા કાલે જિગરના પપ્પાના ઘરે ગયા હતા અને બધી વાતો કરી,નક્કી કરી આવ્યા કે અમે બે સારી રીતે ભણી લઈશું અને જિગર નોકરી કે ધંધો કરી સેટ થઈ જાય એટલે અમારા લગ્ન કરી આપશે...બહેન બહેન હું એટલી ખુશ છુ કે શું કહું તમને ?” હું પણ ખૂબ ખુશ થઈ, મારા માનવા મુજબ આ બનવાનું જ હતું, પણ આટલું વહેલું કેમ થયું