અહંકાર - 20

(93)
  • 6k
  • 4
  • 3k

અહંકાર – 20 લેખક – મેર મેહુલ જયપાલસિંહ મોહનલાલ નગર ચોકીએ પહોંચ્યો ત્યારે છ વાગી ગયા હતા અને બધા લોકો ચોકીએ હાજર હતા. જયપાલસિંહ જયારે પોતાની ઑફિસમાં પહોંચ્યો ત્યારે અનિલ સફેદ બોર્ડ પાસે ઊભો રહીને કેસની વિગત જણાવી રહ્યો હતો અને સામે ભૂમિકા અને દિપક એકચિત્તે ધ્યાન આપીને કેસ સમજવાની કોશિશ કરતાં હતાં. જયપાલસિંહને આવતાં જોઈ અનિલ અટકી ગયો. “અટકી કેમ ગયો અનિલ ?” જયપાલસિંહે કહ્યું, “શરૂ રાખ..” “અરે ના સર…અમે બધા તમારી જ રાહ જોતા હતાં” અનિલે કહ્યું, “આ તો મેં વિચાર્યું તમે આવો ત્યાં સુધીમાં હું બધાને આ બોર્ડની માહિતી આપી દઉં” “ગુડ જૉબ…” જયપાલસિંહે ખુરશી પર