The Next Chapter Of JokerPart – 2Written By Mer Mehul અવિનાશ, જનકભાઈનો એકમાત્ર દિકરો હતો. અવિનાશ જ્યારે એ જન્મ્યો ત્યારે જ તેનાં મમ્મીનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પોતાની પત્નીનાં સ્વર્ગવાસ બાદ જનકભાઈએ બીજા લગ્ન નહોતાં કર્યા. અવિનાશ માટે મમ્મી કહો કે પપ્પા, બધું જ જનકભાઈ હતાં. જનકભાઈને ઇન્ડિયા કોલોનીમાં પોતાની ગારમેન્ટની દુકાન હતી. તેઓની પાસે જમાપુંજી કહી શકાય એટલી મિલકતમાં શ્યામ શિખર પાસેની ‘રાધે-શ્યામ’ સોસાયટીમાં એક મકાન તથા રોકાણ માટે નરોડામાં એક મકાન હતું. બચાવેલી મૂડીમાં તેઓએ અવિનાશનાં નામ પર પાંચ લાખની એફ.ડી. કરાવેલી હતી જે તેઓ અવિનાશનાં લગ્ન માટે ઉપયોગમાં લેવા માંગતા હતાં. પિતા અને પુત્રનાં