મેજર નાગપાલ - 10

(41)
  • 5.1k
  • 2
  • 2.6k

મેજરના મનમાં આવેલા વિચાર ને પૂર્ણ કરવા માટે તે મીરાં રોડ પર કમલનાથના ખબરી ને મળ્યો. મેજરે કહ્યું કે, " મારે બ્યુટી સેન્ટર ની બોસ કિલોપેટ્રિયા મળવું છે. તું મને લઈ જઈ શકીશ." ખબરી બોલ્યા કે, "એ શક્ય નથી." મેજરે કહ્યું કે, "આઈ.જી.પી. કમલનાથે કહ્યું છે." ખબરી એ આઈ.જી.પી. નું નામ સાંભળી ને કહ્યું કે, "સાંજે જઈએ" મેજર બોલ્યા કે, "આમ નહીં. પણ રૂપ બદલીને" "ઓ.કે. સાંજે સાત વાગ્યે અહીં આપણે મળીએ." કહીને ખબરી ચાલી ગયો. * * * સાંજે સાત વાગ્યે ખબરી ને સામે એક નેતા આવીને ઊભો રહ્યો. ખબરી ઓળખી શકયો નહીં એટલે ભાવ ના આપ્યો.