મેજર નાગપાલ - 9

(44)
  • 5.5k
  • 1
  • 2.6k

મેજરે બોમ્બે જવાનું નક્કી કર્યું. એ પહેલાં તે ટીના જોડે વાત કરવામાગતાં હતા. રાત્રે ડીનર કરતાં મેજરે ટીનાને પૂછયું કે, "શું તું મને તારા વિશે કંઈ જણાવીશ?" ટીના એ મેજર ની સામું જોયા કર્યું પણ જવાબ ના આપ્યો. જવાબ ના મળતાં મેજરે કહ્યું કે, " તારે કંઈ ના બોલવું હોયતો તારી મરજી. હું કાલ સવારે બોમ્બે જવાનો છું." ટીના ગભરાટ ની મારી ચીસ પાડી ઊઠી કે, " ના' મોહન, રાધાબેન ટીનાને આશ્ચર્ય થી જોવા લાગ્યા. જાણે કોઈ અજૂબો ના જોયો હોય. જયારે મેજર ના ચહેરા પર એક નાની શી હંસી આવી ગઈ. મેજર બોલ્યા કે," આખરે તું બોલી ખરા!" ટીના