સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૨

(52)
  • 3.6k
  • 3
  • 2.2k

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ - ૨ ઝાડની એક બાજુ એક કૂતરો અને એક માણસ ઊભા હતાં. ઝાડની બાજુમાં બીજો કૂતરો ઊભો હતો. છોકરી શ્વાસનો પણ અવાજ ના આવે એટલા માટે મોઢા પર હાથ મૂકી દે છે. ઝાડની બીજી બાજુ આવી બીજો માણસ ટોર્ચનો પ્રકાશ ફેંકે છે. પહેલા એને પણ કશું દેખાતું નથી. થોડા ડગલાં આગળ આવે છે તો પણ કશું દેખાતું નથી. ઝાડની એકદમ નીચે આવી સીધો ઉપર પ્રકાશ ફેંકે છે ત્યારે એને છોકરીના પગમાં બાંધેલું કપડું દેખાય છે. એને શક જાય છે એટલે એ ઝાડના થડિયા પર ચઢે છે એટલે છોકરીનો એક પગ દેખાય છે.