એક ભૂલ - 19

(29)
  • 6.4k
  • 3
  • 2.7k

એક બાજુ મીરા, મિહિર, આશી, મીત અને આરવ પૂરી તૈયારી સાથે રાત પાડવાની રાહમાં હતાં ત્યારે બીજી બાજુ વિહાન ઘણાં સમયથી રાધિકાના રૂમનો દરવાજો ખખડાવી રહ્યો હતો પણ રાધિકા ન તો દરવાજો ખોલી રહી હતી કે ન તો કોઈ જવાબ આપી રહી હતી. હવે વિહાને દરવાજો જ તોડવાનું નક્કી કરી લીધું. તે સહેજ પાછળ ગયો. પછી જેવો જોરથી ધક્કો મારવાં ગયો ત્યાં જ રાધિકાએ દરવાજો ખોલ્યો અને વિહાન રાધિકા સાથે ભટકાયો. બંને પડતાં પડતાં બચી ગયાં. વિહાનની નજર રાધિકા તરફ પડી. તેનાં હમણાં જ ધોયેલાં ભીનાં વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું. વાળમાંથી આવતી સુગંધે વિહાનને મંત્રમુગ્ધ કરી દીધો. રાધિકાનાં ચહેરા પરની તાજગી