ઔકાત – 28

(122)
  • 5.4k
  • 8
  • 3.2k

ઔકાત – 28 લેખક – મેર મેહુલ મનોજે સતત ત્રણ ચાર કલાક કેસ સ્ટડી કરવામાં પસાર કરી હતી. બધી ફાઈલો ટેબલ પર ખુલ્લી પાથરેલી હતી. મનોજ વારાફરતી ફાઇલ તપાસતો અને ફરી એની જગ્યાએ રાખી દેતો. બધી ફાઇલમાંથી તેણે જરૂરી કાગળો કાઢીને એક નવી ફાઇલ તૈયાર કરી અને બાકીની ફાઈલો બંધ કરીને બાજુમાં ખડકી દીધી. ત્યારબાદ બેલ વગાડી એટલે એક હવલદાર કેબિનમાં પ્રવેશ્યો. “રાવત સાહેબ અને રણજિત સાહેબને અંદર મોકલો” મનોજે કહ્યું. હવલદાર માથું ઝુકાવીને બહાર ગયો અને થોડીવારમાં બંને ઇન્સ્પેકટર કેબિનમાં પ્રવેશ્યાં. મનોજે તેઓને સામેની ખુરશી પર બેસવા ઈશારો કર્યો. “કશું જાણવા મળ્યું સર ?” રાવતે ખુરશી પર બેઠક