ઔકાત – 19

(110)
  • 6.1k
  • 7
  • 3.5k

ઔકાત – 19 લેખક – મેર મેહુલ “કેશવને શું થયું છે ?” મીરાની બાજુમાં ઉભેલી રીટાએ પૂછ્યું, “તારી સામે કેમ ગુસ્સાભરી નજરે જોતો હતો, આટલો ગુસ્સામાં આજે પહેલીવાર જોયો એને” “મને શું ખબર હોય ?, પૂછી લેજે આવે એટલે” મીરાએ વડકું કરીને કહ્યું. “હવે તું કેમ ગુસ્સો કરે છે ?” સાધનાએ હસીને કહ્યું, “તમારી બંનેની વચ્ચે કોઈ ખીચડી તો નથી પાકતીને !” “તને મારી લાઈફમાં વધુ પડતો જ રસ છે એવું નથી લાગતું ?” મીરાએ સાધના પર શબ્દોનો મારો કર્યો, “હું જે કરું એ, તું તારું કર” “હોવ હોવ..ફૂલ” રીટા વચ્ચે પડી, “અમે મજાક કરીએ છીએ” “તો હું પણ મજાક