ઔકાત – 14 લેખક – મેર મેહુલ પોતાનાં માણસો પર હુમલો થયાં બાદ શશીકાંત અને બદરુદ્દીન વચ્ચે એક મિટિંગ થઈ હતી. શશીકાંતને આ ઘટનાં પાછળ તેનાં મોટાભાઈ બળવંતરાયનો હાથ લાગતો હતો પણ બદરુદ્દીને તેની વાત ખારીજ કરી દીધી હતી. “જો આપણે ત્રણેયમાંથી કોઈએ આ કામ નથી કર્યું તો કોણ કરી શકે ?” શશીકાંતે વિચારમગ્ન અવસ્થામાં જતાં કહ્યું. બદરુદ્દીન પણ વિચારમગ્ન થઈ ગયો. થોડીવાર વિચાર્યા બાદ તેની આંખો ચમકી, “બે દિવસ પછી શું છે ખબરને ?” બદરુદ્દીને પૂછ્યું. “શું છે ?” શશીકાંતે પૂછ્યું. “બે દિવસ પછી શ્વેતાનો જન્મદિવસ છે” બદરુદ્દીને ચપટી વગાડીને કહ્યું. “તો એમાં શું મોટું તીર મારી