અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 8

(21)
  • 3.3k
  • 2
  • 1.5k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૮ કિશનભાઈ પોતાની ગાડી લઈને આરુની ઘરે જતાં હતાં. જે વાતની આદિત્યને જાણ થતાં આદિત્ય રાજુ સાથે તેનો પીછો કરી રહ્યો હતો. "યાર આદિ, તું કાર જલ્દી ચલાવ." રાજુએ ઉતાવળા અવાજે કહ્યું. "હવે કાંઈ હું તેની આગળ તો નાં થઈ શકું ને! તે આપણને જોઈ નાં જાય, એટલાં માટે આટલું અંતર તો રાખવું જ પડે." આદિત્યએ રાજુને સમજાવતાં કહ્યું. બરાબર એક કલાકનાં સમય પછી કિશનભાઈએ એક નાનાં એવાં ઘર સામે ગાડી રોકી. કિશનભાઈના ગાડી રોકતાની સાથે જ આદિત્યએ પણ તેમની ગાડીથી થોડે દૂર ગાડી ઉભી રાખી. કિશનભાઈ ગાડીમાંથી ઉતરી, રૂપિયાની બેગ લઈને, ઘરની અંદર જતાં