પ્રણયભંગ ભાગ – 11

(83)
  • 5.4k
  • 6
  • 2.9k

પ્રણયભંગ ભાગ – 11 લેખક - મેર મેહુલ આજે સિયાનો જન્મદિવસ હતો. અખિલ ક્યારનો સિયાનાં ઘરનો દરવાજો ઠોકતો હતો. શરૂઆતમાં અખિલે ડૉરબેલ વગાડી પણ સિયાએ દરવાજો ના ખોલ્યો એટલે અખિલે દરવાજો ઠોકવાનું શરૂ કરી દીધું. પાછલી રાતે બંને રાતે બે વાગ્યાં સુધી જાગતા હતા એટલે સિયા હજી સૂતી હતી. “આવી, બે મિનિટ જપ તો લે” સિયાએ દરવાજો ખોલીને કહ્યું. “ક્યારનો ફોન કરું છું, ઉપાડતી કેમ નથી ?” અખિલ ખિજાયો. “ફોન સાયલન્ટ મૉડ પર હતો” સિયાએ કહ્યું, “કાલે રાત્રે તે જ ફોન સાયલન્ટ કરી દીધો હતોને” રાતે બાર વાગ્યે સિયા ફોનમાં ‘બર્થડે વિશ’ કરતા ઉપરા-ઉપરી મૅસેજ આવતાં હતાં