બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 17

  • 3.9k
  • 1.2k

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (17) હોસ્પિટલમાં હું મારા પિતાજીના પડખે બેઠો હતો. મારા મમ્મી અને અમારા કેટલાંક સંબંધીઓ પણ ત્યાં હાજર હતાં. પિતાજી ઊંઘી રહ્યા હતાં. હું તેમને ચાર વર્ષ બાદ જોઈ રહ્યો હતો. તેઓ જાગશે તોહ શું કહેશે? મને જોઈને રાજી થશે? મને ગળે મળશે? મને જોઈને ઉછળી પડશે? કે પછી તેઓ મારાથી ગુસ્સે હશે? મારી પર ગુસ્સો ઉતારશે? મને વઢશે? મને થપ્પડ મારશે? જે કંઈ પણ કર! હું શહી લઈશ. આખરે હું ચાર વર્ષે તેમને મળી રહ્યો છું. તેઓ ક્યારે જાગે? એ સમયની હું રાહ જોઈ રહ્યો હતો. અને અંતે તેમની ઊંઘ ઊડી. અને મને સામે જોતાંની