લિથિયમ - 2

(17)
  • 4.3k
  • 2
  • 1.7k

લિથિયમ પ્રકરણ ૨: અજાણ્યો ચહેરો..! "રહસ્યમયી કડીઓથી એક તર્ક બંધાય છે, જાણીતો ચહેરો અજાણતા જ દેખાય છે..! " બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર જાડેજા આ કેેસના વિષય પર વિચારી રહ્યા હતા અને નાથુ ની એન્ટ્રી થાય છે, "સાહેબ, તમામ તપાસ કરીને આવ્યો છું. પેલા ડોક્ટર મેડમ નું નામ, સરનામું બધુ ગોતી લાવ્યો છું કે જેમના જોડે માહેશ્વરી મેડમ પોતાની પ્રેગનન્સીના વિષયમાં તપાસ કરાવવા જતા હતા. ડૉ. સીમા શાહ નામ છે એમનું. " નાથુ બોલ્યો. "હાલો, ત્યારે જટ જઈએ નાથુલાલ..! " જાડેજાએ કહ્યું. માહેશ્વરી અને તેની પ્રેગ્નેન્સી વિશે વધારે માહિતી જાણવા માટે જાડેજા ડોક્ટર સીમાના ક્લિનિકમાં પહોંચ્યા. "ગુડ