લિથિયમ - 1

(17)
  • 5.7k
  • 4
  • 1.9k

લિથિયમ પ્રકરણ ૧: ડબલ મર્ડર.... "લોહીથી ખરડાયેલી લાગણીઓ ક્યાંક છુપાઇ છે, અરીસામાં એક અપરાધીની છબી દેખાઈ છે..! " શિયાળાની લોહી થીજવી નાખે એવી ઠંડીની રાત, અને રાતનો 2:30 વાગ્યાનો સમય. એસજી હાઈવે પર આવેલી એક હોસ્પિટલની સામેની બાજુના સર્વિસ રોડ પર એક કાર ઊભી રહે છે. છ ફૂટનો એક માણસ, દેખાવે શ્યામ વર્ણનો, સફેદ રંગનો શર્ટ અને બ્લેક ડેનીમ જીન્સમાં સજ્જ, ખિસ્સામાંથી ફોન કાઢતા કારનો દરવાજો ખોલીને નીચે ઉતરે છે. ઠંડીથી બચવા મજૂરોએ કરેલા તાપણા પર તેનું ધ્યાન પડે છે. પોતાના ખિસ્સામાંથી સિગારેટ કાઢીને તે પોતાના