મુઘલ-એ-આઝમ - 1

(16)
  • 3.9k
  • 2
  • 1.9k

આમ તો ઇતિહાસ જેમનો વિષય હશે એ મુઘલ શાસન વિશે જાણતા જ હશે છતાં આજે મુઘલ યુગની થોડીક ઓછી જાણીતી અને રસપ્રદ વાતો કરવી છે.મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ બાબરથી.બાબર એટલે પિતૃપક્ષે તૈમુરનો પાંચમો અને માતૃપક્ષે ચંગીઝખાનનો ચૌદમો વંશજ.એના પિતા નાનકડા રાજ્યના શાસક.બાબરના બાળપણમાં જ તેમના પિતા મૃત્યુ પામ્યા એટલે બાબર ને લગભગ અગિયાર વર્ષની ઉંમરે જ ગાદી પર બેસવાનું થયું.જરા વિચારો અગિયાર વર્ષની ઉંમરે આપણે કેવા હતા. નિશાળે ગુલ્લી કેમ મારવી એના બહાના શોધતા હોય શાસન તો બહુ દૂરની વાત છે.હું લગભગ છઠ્ઠા ધોરણમાં જ હતો બીજે દિવસે શાળાએ જવાનું મન નહોતું એટલે આગલે દિવસે રાતે પેટમાં દુખવાનું બહાનું બનાવ્યું.પપ્પાને