ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-35 સ્તવનને બેંગ્લોર ગયે 10 દિવસ ઉપર થઇ ગયેલાં અને સ્તુતિને કોઇ કામમાં મૂડ નહોતો આવી રહેલો. એ માંડ માંડ બે દિવસથી પાપાએ સોપેલાં કામમાં મન પરોવી રહી હતી. અને પાપાનો આગ્રહ પણ હતો કે બેટાં આટલી એન્ટ્રીનુ કામ પુરુ કરીને કલ્યન્ટને બે દિવસમાં આપવું પડશે. તું બીજા કામની દોડ ધામમાં છું તું આટલુ જરૂર પતાવી દેજે. જરૂર પડે મોડી સાંજ સુધી આપણે બંન્ને બેસીશું પણ આવવું જ પડશે. અને શ્રૃતિ પણ નથી એ ગઇ કાલથી ફ્રી થઇ છે પણ ખબર નથી કઇ દુનિયામાં જીવે છે એ આખો દિવસ ફોન પર જ હોય છે એને પૂછી લેવું પડશે