ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૬

(67)
  • 3.9k
  • 7
  • 2.1k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું છઠ્ઠું ઘણા દિવસ પછી ઇન્સ્પેક્ટર ઠાકોરના હાથમાં એક સનસનીખેજ કેસ હાથમાં આવ્યો હતો. ઘરમાં બેઠેલી બે મહિલાની ગોળીઓ મારી હત્યા કરી નાખવામાં આવી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોર પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે ફોન આવ્યો કે શહેરના છેવાડાના સમીપુરામાં એક રોહાઉસમાં ગોળીબારની ઘટનામાં બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે અને લૂંટારુઓ ઘરેણાં સાથે કેટલીક વસ્તુઓ લૂંટી ગયા છે. ઇન્સ્પેક્ટર ઠાકોર પહોંચ્યા ત્યારે મરનાર એક મહિલાનો પુત્ર પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરે માહિતી મેળવી એમાં જાણવા મળ્યું કે સમીપુરાના રતન રોહાઉસમાં વિધવા રુમાનાબેન તેમના એકના એક પુત્ર સાથે