ટ્રુથ બિહાઇન્ડ લવ - 27

(107)
  • 4.3k
  • 7
  • 2.8k

ટુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-27 સ્તુતિએ સ્તવનનાં આવ્યાં પછી ઘરેથી લાવેલી ચા નાસ્તો ઢોકળાં કાઢ્યાં. ડીશમાં કાઢી સ્તવનને આપ્યા. સ્તવનનો ખુશ થઇ ગયો. ક્યા બાત હૈ મારાં ભાવતાં ઢોકળાં અને ગરમા-ગરમ આદુવાળી ચા. મજા આવી ગઇ. સ્તુતિ ખુશ થઇ ગઇ. શ્રૃતિએ સ્તવનનાં સવારનાં ટોણાનો જવાબ આપતાં કહ્યું. એય જીજુ હું તો કાયમ સાથમાં જ રહેવાની પણ જ્યારે જોઈશે એકાંત પણ આપીશ જ. સો ડોન્ટવરી. શ્રૃતિએ એમ બોલીને ફોનમાં આવેલું નોટીફીકેશન સાંભળી ફોન ઓપન કરીને આવેલો મેસેજ વાંચવા લાગી સ્તુતિ એને જોઇ રહી હતી એનાં હાવભાવ આશ્ચર્ય અને ખુશીનાં હતાં. સ્તુતિએ પૂછ્યું "શું આપ્યુ ? કેમ આમ હસે છે ?