મરુભૂમી ની મહોબ્બત - ૧૮

(26)
  • 3.2k
  • 2
  • 1k

ભાગ : 18 બાળમેર જિલ્લાના એક રેગીસ્તાની ગામડામાં મારી માશુકા ની મેડીએ હું બેઠો હતો. મારી બાજુમાં હીના બેઠી હતી. મારી સામે મહેકના પિતા સોહનજી હતાં. મહેક પાણી લઈ ને ઉપર આવી અને મારું હદય એક ધબકારો ચુકી ગયું. એણે વ્હાઈટ નાઈટી અને ગ્રીન ટી શર્ટ પહેર્યું હતુ પરિણામે આખાય દેહમાંથી દેખાતી ઘાટીલી અંગસૃષ્ટિ મનને બહેકાવવા નું નિમિત્ત પાર પાડતી હતી. એનાં ગળામાં, હાથમાં, પગમાં બાધેલ કાળાં દોરા કોઈને પણ પહેલી નજરે વિસ્મય મા મુકી દે... મને પણ નવાઈ લાગતી હતી કે આટલાં બધાં દોરાધાગા દેહ સાથે લટકાવી રાખવાનો