પ્રણય પરીક્ષા

(18)
  • 3.6k
  • 2
  • 1.4k

"નાથા ઓ નાથા! ચમ ઑમ શુન મારી જ્યો સી? તની હું થયું સ? પેલા તો આવો નતો ચમ બદલાઈ જ્યો સી?" સાવ નંખાઈ ગયેલા શરીર નો માલિક નાથો, કાયા છપ્પનીયા કાળ સામે લડી ને થાકી ને હારી ગઈ હોય એમ ચામડી લચી પડેલી, આંખો પણ નાથિયો જીવતો છે એવી સાબિતી આપવા જ તગતગતી હતી, હાડપિંજરનો માળો જ જોઈલો આવા નાથા ને મળવા આવેલા મિત્ર જેશીંગે એકસાથે નાથા ને ગણા પ્રશ્નો પૂછી નાખ્યા. ઘણા વર્ષો પછી આવેલા મિત્ર જેશીંગ ને ઓળખવા માટે નાથા ની આંખો ને થોડું કષ્ટ પડ્યું. પણ અંતે નાથાની દ્રષ્ટિએ મિત્રતા