ભારતીબહેનની બર્થડે હતી. એટલે કેક ખાઈને બધા બેઠા હતા. પંક્તિને કંઈક યાદ આવતા પોતાના રૂમમાં ગઈ અને ગિફ્ટ અને સાડી લઈ આવતા ખુશીથી કહ્યું "સરપ્રાઈઝ...."મૌસમ:- "પંક્તિ આ ગિફ્ટસ ક્યાંથી લઈ આવી. I mean કે આ ગિફ્ટ લેવાના રૂપિયા ક્યાંથી આવ્યા. મેનેજરે તો મને રૂપિયા નહોતા આપ્યા."પંક્તિએ મેનેજરને કેવો પાઠ ભણાવ્યો તે વિગતવાર જણાવ્યું. રાહી:- "પંક્તિdidu એ સારું જ કર્યું."માહી:- "હા આવા લોકોને તો આવો બોધપાઠ મળવો જ જોઈએ."ભારતીબહેન:- "એ વાત બરોબર પણ મૌસમની નોકરીનું શું? અત્યારે તો વાંચવાની રજા છે એટલે હોટલે નથી જતી પણ પછી તો નોકરી કરવા જશે ને?"મૌસમ:- "વાંધો નહિ મમ્મી હું મેનેજર સાથે વાત કરી