64 સમરહિલ - 87

(202)
  • 8.8k
  • 7
  • 5.4k

પોણી કલાક પછી... ચેકપોસ્ટથી દૂરની પહાડી પર બેય કાફલા ભેગા થઈ ચૂક્યા હતા. હેંગ્સુન હજુ ય ચેકપોસ્ટ આસપાસ લટાર મારતો, બીડીઓ વહેંચતો ફરતો હતો. કોઈને શંકા ન જાય એ માટે તેણે આરામથી નીકળવાનું હતું. અહીં બેય કાફલાના ચહેરા પર પહેલી કસોટી હેમખેમ પાર કર્યાની પારાવાર હળવાશ વર્તાતી હતી. ત્વરિત ખુશમિજાજ થઈને હિરનને પોતાનો અનુભવ કહી રહ્યો હતો. કઢંગા વેશમાં હાસ્યાસ્પદ લાગતા છપ્પનને જોઈને ઝુઝાર પહેલાં ખડખડાટ હસ્યો હતો અને પછી તેણે જોરથી બાથ ભરીને છપ્પનને, પ્રોફેસરને એકસામટા જ ઊંચકી લીધા હતા.