ક્યારેક તો મળીશું - ભાગ ૩

(67)
  • 5k
  • 3
  • 2.6k

આજે પોતાની સાથે મૌસમે કેવું વર્તન કર્યું તેમલ્હારની નજર સમક્ષથી પસાર થયું. મલ્હાર મનોમન મૌસમ વિશે વિચારી રહ્યો "મારી જીંદગીમાં મે ઘણી યુવતીઓ જોઈ છે પણ મૌસમ જેવી યુવતી આજ સુધી નથી જોઈ. મને એ સમજમાં નથી આવતું કે આખરે પુરુષોનું અપમાન કરવામાં મૌસમ જેવી યુવતીનો ઈરાદો શું હોય છે? મૌસમ જેવી યુવતીને હું કોઈ દિવસ સમજી નહિ શકું." તે દિવસ પછી મલ્હારે મૌસમ સાથે વાત કરવાની કોશિશ ન કરી. મૌસમ પણ પોતાના અભ્યાસમાં જ ધ્યાન આપતી. મૌસમને ક્યારેક મનમાં લાગતું કે "મે મેહુલનો ગુસ્સો મલ્હાર પર ઉતારી દીધો. I think મારે મલ્હારને Sorry બોલવું જોઈએ."