મરુભૂમી ની મહોબ્બત - 11

(25)
  • 3.2k
  • 4
  • 1.3k

ભાગ : 11 મે જીવનમાં બીજી વાર જેસલમેર મા પગ મુકયો હતો.અગાઉ ફક્ત ફરવા આવેલો.એ વખતે આખમા કુતૂહલ હતું..600 વર્ષ પુરાણો ભાટી રાજપૂતો નો કિલ્લો...પટવાની હવેલી..ગડીસર તળાવ... ડેઝર્ટ... આ બધું બે દિવસ મા જોઈને હું નીકળી ગયેલો... અત્યારે હું જેસલમેર ની બજારમાં હતો.શહેરની મધ્યમાં હીનાએ એક હોટેલમાં રુમ બુક કરાવી હતી. જયાં સુધી ઈન્વેસ્ટીગેશન ખતમ ન થાય ત્યાં સુધી અમારે અહીં જ રહેવાનું હતું. હું નિમ્બલા થી નિકળ્યો ત્યારે મે મિતલ ને તમામ હકિકતો થી વાકેફ કરી હતી. એ ટી એસ મા મારું સિલેક્શન થયું છે એ