64 સમરહિલ - 64

(247)
  • 9.2k
  • 11
  • 6k

દિવસભરની આકરી મુસાફરીના થાક પછી પેટમાં બાટીનું વજન અને શરાબના ઘૂંટ પડયા પછી કંતાનના પાથરણા ય સવા મણ રૃની તળાઈ હોય તેમ સૌ પડતા વેંત ઘોરી ગયા હતા. અચાનક ત્વરિતની આંખ ખૂલી. સામે જંગલની દિશાએ ઝડપભેર આમતેમ ઘૂમતી મશાલો જોઈ અને પછી જરાક સ્વસ્થ થયો એટલે મોટા મોટા અવાજે થતો કોલાહલ પણ તેને સંભળાવા લાગ્યો.